ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ ર૦૧૭-ર૦૧૮ માટે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં રાજ્યપાલ એવોર્ડ માટે ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં અભ્યાસ કરતા ઉજાસ એ. ભટ્ટ ઉત્તિર્ણ થઈ રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીના વરદ હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરી દક્ષિણામૂર્તિ સંસ્થાનું ગૌરવ વધારેલ છે.