ભાવનગર મનપામાં પાંચ વર્ષ પહેલાં સીદસર ગામને ભેળવી દેવામાં આવ્યું છે પરંતુ સુવિધાના નામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી નથી અને મસમોટા વેરાબીલ ઝીંકી દેવતા આજે ગામલોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને મહિલાઓએ થાળીઓ વગાડી વિરોધ કર્યો હતો, જો કે પોલીસ દ્વારા કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
ભાવનગરના સિદસર ગામે આજે લોકો એ પોતાના વિસ્તાર ની સમસ્યાઓ ને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. મહિલાઓ આજે સિદસરના બસ સ્ટેન્ડ નજીક થાળીઓ લઈ ને એકથી થઈ હતી અને મનપા ના બહેરા કાન ખોલવા થાળીઓ વગાડી હતી, મોટી સંખ્યામાં યુવકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ પણ કર્યો હતો.
ગ્રામજનો નો આક્ષેપ છે કે મનપા અહી લોકો પાસેથી સફાઈ વેરો,ઘરવેરો ઉઘરાવે છેછતા કોઈ સુવિધા આપતું નથી આજે ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા જેના કારણે વરતેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગેવાનો તેમજ મહિલાઓ અને યુવકો ની અટકાયત કરવામાં આવી હતી સ્થાનિકો નો માંગ છે કે આ ગામના લોકો ની સમસ્યા જો મનપા તાકીદે નહિ ઉકેલે તો આગામી દિવસો મા વધુ ઉગ્ર આંદોલન કરશે.