બુધવારે મહાપાલિકાની કમિટીઓની રચના મેયરની વરણી બાદ મળશે પ્રથમ સભા

278

ભાવનગર મહા નગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી થયા બાદ પ્રથમ સાધારણ સભા આગામી તા.૩૧ માર્ચ બુધવારે સાંજે ૪-૦૦ કલાકે મેયરના અધ્યક્ષસ્થાને મળશે જેમા નાણાકીય વર્ષના આરંભે એપ્રિલથી રીબેટ યોજના તેમજ જુના વેરામાં માફી યોજના સહિતના ઠરાવોની ચર્ચા વિચારણા બાદ બહાલી આપવામાં આવશે. મહાનગરપાલિકામાં ચાલુ ટર્મની પ્રથમ સભા ચાલુ માસ માર્ચના અંતિમ દિવસે મળશે બેઠકમાં કર્મચારીઓને આર્થિક સહાય ચૂકવવા રહેમરાહે નિમણુંક આપવાના ઠરાવોને બહાલી અપાશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં હરરાજીથી દુકાન આપવા તેમજ અખિલેશ સર્કલ પાસે તંત્રએ બનાવેલો કોમ્યુનિટી હોલ માટે એજન્સીની નિમણુંક કરવા, અકવાડા ગાર્ડન ખાતે સમયમાં ફેરફાર કરવા તેમજ સુવિધાઓમાં વધારો કરવા તેમજ માસિક પાસ યોજના નક્કી કરવા નિર્ણય કરાશે.
આ ઉપરાંત બેઠકમાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨માં કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો નહી કરવા નિર્ણય લેવાશે. વધુમાં નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલથી મિલકત કર્મ ૧૦ ટકા રિબેટ આપવા નિર્ણય લેવામાં આવશે.
બેઠકના અંતે મહાનગરપાલિકાની જુદી જુદી આઠ કમિટીઓની નિમણુંક કરવામાં આવશે.

Previous articleમનપામાં સામેલ થયાના પાંચ વર્ષ બાદ પણ સીદસર ગામમાં પ્રાથમિક સુવિધા ના મળતા મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો
Next articleભાવનગરમાં ૪૫ કેંદ્રો પર GPSCની પરીક્ષા યોજવામા આવી, કોવિડ ગાઈડલાઈન્સના અમલ સાથે આયોજન