જી.પી.એસ.સી. દ્વારા સ્થાનિક શિક્ષણ વિભાગના સંકલન સાથે ભાવનગરમાં જી.પી.એસ.સી. દ્વારા ભાવનગરના ૪૫ કેન્દ્રોમાં લેવાનારી પરીક્ષામાં ૧૧,૪૫૬ છાત્રોએ પરીક્ષા આપવા આવ્યા હતા તમામ કેન્દ્રો ખાતે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પાલન કરવામાં આવ્યું હતું.
ફરજીયાત માસ્ક પેહરવું, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ કરી ને જ પછી પ્રવેશ આપવામાં આવ્યો હતો,
આ અંગે માહિતી અનુસાર ગુજરાત વહીવટી સેવા વર્ગ – ૨, મુલ્કી સેવા વર્ગ – ૧ અને વર્ગ – ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની આજરોજ પ્રિલીમરીની પરીક્ષા યોજાઈ હતી, આ પરીક્ષામાં છાત્રોને સરકારની કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક અને ઝીક ઝેક પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જી.પી.એસ.સી ની પરીક્ષા બે સેશનમાં લેવાઈ હતી.
જેમાં સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ માં લેવામાં આવી હતી, ભાવનગરના ૪૫ કેન્દ્રો પર ૪૬૫ બ્લોકમાં ૧૧,૧૫૬ છાત્રો પરીક્ષા આપશે, આ પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેવામાં આવી હતી.