ઘોઘા ગામે આવેલ વિર ખેતલાદાદાના મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે ર૪ કલાકના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાવળદેવ બંધુઓ દ્વારા વિર ખેતલા દાદા તથા અન્ય શૂરવિરો, દેવી-દેવતાઓના ગુણગાન ગાઈ ભક્તિ-ભાવનો માહોલ સર્જ્યો હતો.