ભાવનગર જિલ્લા ક્ષય (ટીબી) કેન્દ્રના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર માંગણી સંતોષવામાં ન આવતા કેન્દ્રની તાળાબંધી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
આરએનટીસીપી સંલગ્ન કરાટબધ્ધ જિલ્લા ટીબી કેન્દ્રમાં ફરજરત કર્મચારી યુનિયન દ્વારા એવા પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટ બેઝ પર આ કાર્ય સાથે સંકળાયેલા કર્મીઓનું સરકાર દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી શોષણ કરવામાં આવી રહ્યું છે. ટીબી-ક્ષય જેવા ગંભીર રોગોથી ગ્રસ્ત દર્દીઓ સાથે સીધ્ધા જ સંપર્કમાં આવી કર્મચારીઓ જોખમ સાથે ફરજ બજાવે છે. આમ છતાં સરકાર યોગ્ય પગાર ધોરણ તથા અન્ય મળવાપાત્ર લાભોથી વંચીત રાખે છે. આ અંગે અવારનવાર રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ક્ષય કેન્દ્ર કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડી છે. આ ઘટનાક્રમથી તંત્ર બોધપાઠ અને અમારી માંગનો ઉકેલ લાવે તેવી અપીલ છે.