જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર, ૧ જવાન ઈજાગ્રસ્ત

454

(જી.એન.એસ.)શ્રીનગર,તા.૨૨
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ગઇકાલે રાત્રે ૪ આતંકીઓને ઠાર માર્યા. આ સાથે છેલ્લા ૧૧ દિવસમાં સુરક્ષાદળોએ ૭ આતંકીને ઠાર માર્યા. તેમને પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો. કાશ્મીર ઝોન પોલીસે સેનાને મળેલી સફળતા અંગેની માહિતી આપતા જણાવ્યુ કે શોપિયાં જિલ્લાના મુનિહાલ વિસ્તારમાં સેનાની સાથે અથડામણમાં ૪ આતંકી ઠાર મરાયા. જ્યારે એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયો છે.આ તમામ આતંકી લશ્કર એ મુસ્તફા સંગઠન સાથે સંકળાયેલા હતા. તેઓ શોપિયાંના જ રહેવાસી હતા અને તેમની ઓળખ આમિર શફી, રઇસ બટ્ટ, આકિબ મલિક અને અલ્તાફ અહેમદ વાની તરીકે થઇ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા બળોને કેટલાક આતંકી છુપાની બાતમી મળી હતી. ત્યાર બાદ ઓપરેશન હાથ ધરાયું હતું. શોપિયાંના મનિહાલ વિસ્તારમાં રવિવારે રાતે આશરે ૨ વાગ્યાથી અથડામણ શરૂ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં ૪ અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા. સેનાનું આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.કેન્દ્ર શાસિત પ્રદેશના આઇજી વિજયકુમારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર એ તોઇબાના તમામ ૪ આતંકી માર્યા ગયા. જો કે આ દરમિયાન એક જવાન ઘાયલ થયો છે. ઓપરેશન પુરુ થઇ ગયું છે અને સ્થિતિ અંકુશ હેઠળ છે.

Previous articleમનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવેઃ મોદી
Next articleસિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર શહેરમાં સફળતાપૂર્વક મેડીકલ કેમ્પ યોજાયો