અલંગ ગામની વાડીમાં એક શખ્સ ઈગ્લીંશ દારૂ લઈને બેઠો હોવાની પૂર્વ બાતમી આધારે અલંગ મરીન પોલીસે રેડ કરી ઈગ્લીંશ દારૂની ૨૮ બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક બી.યુ જાડેજાની સુચનાથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ ટી.એસ રીઝવીનાં માર્ગદર્શન હેઠળ મહુવા ડીવીઝન સ્કૉડના પો.કો જયરાજસિંહ ચૂડાસમા પો.કો અરવિંદભાઈ બારૈયા પો.કો ઈન્દ્રજીતસિંહ ગોહીલ, પો.કો દિનેશભાઈ માયડા પો.કો અશોકભાઈ ડાભી વિગેરે સ્ટાફના માણસો સાથે અલંગ પો.સ્ટે વિસ્તારમાં પ્રેટોલિંગમા હતા તે દરમ્યાન પો.કો.અરવિંદભાઈ બારૈયા તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્રારા બાતમી મળેલ કે, અલંગ ગામની એક વાડીમા એક ઈસમ પોતાના કબ્જામા ઈંગ્લીશ દારુ રાખીને બેઠો છે, આથી બાતમીવાળી જગ્યાએ જઈ જોતા ત્યાં બે ઈસમ બેઠા હોય તેને પકડી નામ ઠામ પૂછતા તેઓએ પોતાનુ નામ જગદિશ ઉર્ફે ધોલી ધાનાભાઈ મકવાણા, રહે – અલંગ, તા – તળાજા, હોવાનુ જણાવતા તેને સાથે લઇ આજુબાજુ તપાસ કરતા આંબાના ઝાડ નીચે અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનમા ધોરીયાના ખાડામા પડેલ પાંદડા અને કુચા નીચે જોતા ત્રણ ખોખા પડેલ હોય જે જોતા પરપ્રાંતિય દારુની બોટલો નંગ – ૨૮, કિ.રુ/- ૮૪૦૦ની મુદ્દામાલ કબ્જે ઈસમની અટક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ અને વધુ પૂછપરછ કરતા મુદ્દામાલ મંગળસિંહ જગદિશસિંહ ગોહિલ, રહે – અલંગ, તા – તળાજાનો હોવાનુ જણાવેલ.