ભાવનગરમાં માર્ચ ૨૦૨૦ થી કોરોના પોઝિટિવ કેસ વધવાના પગલે કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી પતરા મારવાનું કામ ભાવનગર મહાનગર પાલિકાએ ચાલું કર્યું હતું . જેના લાખો રૂપિયાના ચૂકવણા કરાયા છે. એટલું જ નહી પણ સીસીટીવી કેમેરા લગડવાના લાખો રૂપિયાના ચૂકવણા કરાયા છે , જે કિંમતમાં નવા કેમેરા અને નવા પતરા પણ આવી જાય એટલી રકમ તંત્રએ પ્રજાના પૈસાનું ભાડામાં ચૂકવી આપી હતી , ત્યા ફરી રૂપિયા એક કરોડના ખર્ચે પતરા મારવાનું ટેન્ડર બહાર પાડવામાં આવતા લોકો ચોકી ગયા મહાનગર પાલિકામાં ગત ચૂંટાયેલી બોડીના છેલ્લા દિવસે સ્ટેન્ડીંગ કમિટીની છેલ્લી કમિટી પૂરી થયા બાદ સાંજના મોડેથી વિવાદાસ્પદ પત્તરા અંગેનું બિલ પાસ કરવામાં આવ્યું હતું . આ વિવાદ હજી પુરો થયો નથી , ત્યાં ફ્રીથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પતરા મારવાનું અંગેનુ રુપિયા એક કરોડથી વધુનું ટેન્ડર ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે , જેટલી રકમના પતર ખરીદી શકાય એટલી રકમ ભાડામાં ચૂકવણા કરીને તંત્ર બુધ્ધીનું દેવાળું ફૂંકયું છે .
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નીતિ – નિયમ મુજબ કોઈપણ ટેન્ડરનું કામ રૂપિયા પાંચ લાખ કરતાં વધુ હોય તો રાજ્ય સરકારની જીએનએક્સી દ્વારા સંચાલિત એનપીક્યોર વેબસાઈટ પર ટેન્ડર અપલોડ કરી ઓનલાઈન ટેન્ડર જ કરવાનું હોય છે , પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા જુદા જુદા વિસ્તારમાં પત્તરા આડશો / પાર્ટીશન કરવાના અંદાજિત રુપીયા ૧ કરોડના કામનું ટેન્ડર તારીખ ૨૦ / ૩ / ૨૦૨૧ થી તારીખ ૩૦ / ૩ / ૨૦૨૦ સુધીમાં ભરવા માટે ઓફ્લાઈન ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે .
જેની ચર્ચાનો વિષય બન્યો છે . માનિતી એજન્સીને જ તેનો લાભ અપાવવાની પેરવી કરવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે , આ ટેન્ડર ભાવનગર મહાનગર પાલિકાની વેબસાઈટ પર મૂકી તેમાંથી ટેન્ડર લઈ ફ્લાઈન ભાવ ભાવનગર મહાનગર પાલિકાના બિલ્ડીંગ વિભાગમાં રજીસ્ટર એડીથી રજૂ કરવાનું જાહેર કરવામાં આવેલ છે જેથી પાંચ લાખ કરતાં વધારે ના કામ માટે એનપીક્યોર સાઈડ પર જ ટેન્ડર મૂકવાનું સરકારના નીતિ નિયમોને નેવે મૂકાયા છે . તો બીજી બાજુ આગામી દિવસોમાં કેસ વધવા સાથે પતરા મારીને પોઝિટિવ કેસમાં ઘરને બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરાશે , તેવી શક્યતા પણ નકારી શકાય નહીં .