સિહોર તાલુકાના વરલ ગામે આજે સવારે બે શખ્શો ઘરેણાં ધોવાના બહાને છેતરપીંડી કરતા લોકોની નજરે ચડતા લોકોએ મેથી પાક આપીને ઝડપાયેલ એક શખ્સને પોલીસને સોંપી દીધો હતો આજે સવારે સિહોરના વરલ ગામે ઘરેણાં ધોવાના બહાના હેઠળ સોનુ કાઢી લેવાની ઘટનાના પગલે મહિલાએ દેકારો મચાવતા એકઠા થયેલા ગ્રામજનોએ બે પૈકી એક શખ્સને પકડીને પોલીસના હવાલે કર્યો હતો આજે સવારે બનેલી ઘટનામાં વરલ ગામે રહેતા આંનદભાઈ ના પત્ની જીતુબેન જેઓના ઘરે બે બિહારી શખ્શો આવ્યા હતા અને સોનુ ધોઈ આપવાનું કહ્યું હતું જ્યારે આ બન્ને શખસોને જીતુબેને સોનુ ધોવા માટે આપ્યું હતું સોનુ ધોવાયા બાદ સોનાનો કલર બદલાઈ જતા આંનદભાઈના ઘરનાએ હોહા અને દેકારો મચાવતા ગ્રામજનોએ બિહારી શખ્શ દિપક પંડિત ને ઝડપીને મેથીપાક આપ્યો હતો અને પોલીસને જાણ કરી હતી અને અન્ય એક શખ્સ મોઇન શેખ ફરાર થવામાં સફળ થયો હતો. બનાવ બનતાં સિહોર પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો પરંતુ મોડી સાજ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી ન હતી.