બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરનાં કાળિયાબીડ ભગવતી સર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે આવેલ શિવ પાન પાર્લર પાસે જુના ઝઘડાની દાઝ રાખી એક શખ્સનું આઠ જેટલા શખ્સોએ એક સંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી એક યુવાનનું મોત નિપજાવ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા ૧૦૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી નં. ૧ જયદિપસિંહ ઉર્ફે લાખાણી ભાવસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૩) રહે.તળાજા રોડ, ટોપ થ્રી પાસે ભગવતીનગર-ર, બ્લોક નં ૮૯, સાથે આ કામના મરણ જનાર સુજાનસિંહ લવજીભાઇ પરમાર (ઉ.વ.૨૦) રહે. કાળિયાબીડ તથા આ કામના ફરિયાદી ભગીરથભાઇ નરેશભાઇ હડીયલ ઉ.વ.૨૪ રહે. ભાવનગર અયોધ્યા સોસાયટી, પ્લોટ નં ૪૭૭૫ સાથે ગત તા. ૧૯-૧-૧૯ થી ત્રણેક માસ પહેલા ઝઘડો થયેલો જે બાબતે મરણ જનાર સુજાનસિંહ પરમાર પોલીસ ફરિયાદ કરેલ હતી. તેની દાઝ રાખી આ કામના આરોપીઓ નં. ૨ જયદિપસિંહ ઉર્ફે જે.ડી. સરવૈયા, કોનાર્ક ધર્મેન્દ્રભાઇ હરિભાઇ સોલંકી, જયદિપ ઉર્ફે ચિનો જોરસંગ પરમાર સાથે ગત તા. ૩૧-૧૨-૨૦૧૮ના રોજ થર્ટી ફર્સ્ટની રાત્રિના ડાન્સ કરવા બાબતે મરણ જનાર તથા ફરિયાદની મિત્રો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર પછી આ બાબતને લઇને મરણ જનાર તથા ફરિયાદી સાથે અવાર નવાર આરોપી નં. ૧ જયદિપસિંહ ઉર્ફે લાખાણી જાડેજા, તથા જયદિપસિંહ ઉર્ફે જે.ડી. સરવૈયા આરોપીઓ સાથેના લડાઇ ઝઘડા થતા હતા તેની દાઝ રાખી ગત તા. ૧૯-૧-૨૦૧૯ના રોજ ઉક્ત બંન્ને આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી, ભેગા મળી, ગેરકાયદેસર મંડળી બનાવી, એક સંપ કરી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવા મોટર સાયકલો ઉપર આવી આ કામના આરોપીઓ અને એક બાળ કિશોર સહિતના આરોપીઓ ૧. જયદીપસિંહ ઉર્ફે લાખાણી ભાવસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજા (ઉવ -૨૩ રહે . તળાજા રોડ ટોપ થ્રી પાસે ભક્તીનગર -૨ બ્લોક નં -૮૯) (૨.) જયદીપસિંહ ઉર્ફ જે.ડી.સરવૈયા અર્જુનસિંહ મનુભા સરવૈયા (ઉ.વ .૨૩ રહે . વડવા ફાચરીયાવાડ, શેરી નંબર ૩) (૩) કોનાર્ક ધર્મેન્દ્રભાઇ હરિભાઇ સોલંકી (ઉ.વ .૧૯ રહે. પ્લોટ નં . એ -૪૮૧૨ પટેલ પાર્ક, મહિલા કોલેજ પાછળ, મુની ડેરી) (૪) હરવિજયસિંહ ઉર્ફે હરૂભા પીપળી મહાવિરસિંહ મહિપતસિંહ ચુડાસમા (ઉ.વ .૨૫ રહે . ગામ પીપળી તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદ) (૫) હર્ષભાઇ ભરતભાઇ ધરણીદારભાઇ ડોડીયા (ઉ.વ.૨૧ રહે. ભરતનગર, સીંગલીયા બ્લોક નંબર ૨૧૬) (૬) મોહીતભાઇ ઉર્ફે મોદી પ્રભાતભાઇ મકવાણા (ઉ.વ .૨૧ રહે. પ્લોટ નં . ઝ્રસ્ / ૨૮૫ , કાળીયાબીડ , આનંદ હોલની સામે,) (૭) ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇનું વિક્રમસિંહ ગોહિલ (ઉવ .૨૦ રહે. ભાવનગર અધેવાડા ગામ બહુચરાજી માતાજીના મંદિર પાસે) (૮) જયદિપસિંહ ઉર્ફે ચિનો જોરસંગ પરમાર ેેસહિતનાઓએ તલવાર, છરીઓ, લોખંડના પાઇપ, બેઝ બોલના ધોકા, હોકી, લાકડીઓ જેવા જીવલેણ તિક્ષ્ણ હથિયારો ધારણ કરી કાળિયાબીડ, ભગવતીસર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે આવેલ શિવ પાન પાર્લર પાસે આ કામના મરણ જનાર સુજાનસિંહ પરમાર તથા ફરિયાદ ભગીરથભાઇ નરેશભાઇ હડીયલ બેઠા હતા ત્યાં તમામ આરોપીઓએ આવીને બંન્ને ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જમાં ગંભીર રીતે ઘવાયેલ સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ફરિયાદીને પણ ઇજાઓ પહોંચી હતી. આ કામમાં ઉક્ત તમામ આરોપીઓએ મરણ જનાર તથા ફરિયાદી ઉપર હુમલો કરવા ઉશ્કેરણી કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી હતી.
આ બનાવની જે તે સમયે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભગીરથભાઇ નરેશભાઇ હડીયલે ઉક્ત તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૦૭,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ (બી),૨૦૧,૩૪, જી.પી.એક્ટ ૧૩પ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓ જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઉર્ફે જે.ડી. સરવૈયા, કોનાર્ક સોલંકી, હરવિજયસિંહ ચુડાસમા, હર્ષભાઇ ડોડીયા, મોહિતભાઇ મકવાણા, ઇન્દ્રજીતસીિંહ ગોહિલ, જયદિપસિંહ ઉર્ફે ચિનો જોરસંગ પરમાર સહિતના આઠેય આરોપીઓને ઇ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા ૧૦૦૦૦નો દંડ ફટકાર્યો હતો. મરણજનાર સુજાનસિંહ લવજીભાઇ પરમાર (ઉ.વ.૨૦) સિવીલ એન્જીનીયર પુરૂ કરીને પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું પણ જાણવા મળેલું છે.