તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પી.એસ.આઈ અને એ.એસ.આઈ ની ભરતીમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે નિયમોના સુધારાને લઈને આજે પી.એસ.આઇ તેમજ એ.એસ.આઈ ની ભરતી પ્રક્રિયા માટે તૈયારીઓ કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થઇ અને ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી.
તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પોલીસ વિભાગની પીએસ.આઈ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલ ની ભરતી ના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેની સામે ભાવનગરના ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત ર્ક્યો છે અને તાકીદે નિયમો સુધારવા માંગ કરી છે. આ વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે જો નિયમો મા ફેરફાર નહી થાય તો અમે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવીશું. આ મામલે આજે ભાવનગર મા પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ૩૦૦ થી વધુ યુવક યુવતીઓ કલેકટર કચેરી ખાતે ઉમટ્યા હતા, ભાવનગર ના યુવક યુવતીઓ એ સરકાર નીનીતિ રિતી સામે રોષ વ્યક્ત કરી ને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ યુવકો ની માંગ છે કે ૨૫ મિનિટ મા ૫ કિલોમીટર દોડ પૂરી કરનાર તમામ ઉમેદવારો ને પ્રાથમિક અને લેખિત પરિક્ષા માટે લાયક ગણવામાં આવે, આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભરતીમા કોના ઇશારે નિયમો બનાવવામાં આવે છે. આ ઉમેદવારોની એવી પણ માંગ છે કે સામાન્ય રીતે ફોર્મ ભરવાનો સમય ૩૦ દિવસનો અપાય છે તો આ ભરતીમા ૧૫ દિવસ નો સમય કેમ નક્કી કરાયો છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો સરકાર નિયમો મા ફેરફાર નહી કરે તો આગામી દિવસોમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.