શહેરની મહાનગરપાલિકાની કચેરી સામે આવેલ શિવાલીક બિલ્ડીંગમાં એન્ટરટેઈનમેન્ટ પાર્ક (સીનેમા)માં ફિલ્મ જોવા આવેલાં ચાર શખ્સોએ ઈન્ટરવલ દરમિયાન નાસ્તો લેવા બાબતે બોલાચાલી કર્યા બાદ ફીલ્મ છુટ્યા પછી મેનેજરને નીચે બોલાવી પેટ્રોલ પંપ પાસે લઈ જઈ ચારેય શખ્સોએ મેનેજર અને તેના કર્મચારી પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ મહાપાલિકા કચેરીની સામે આવેલ એન્ટટેઈન્ટમેન્ટ પાર્ક (સિનેમા)માં મેનેજર તરીકે ફરજ બજાવતા મુળ હરીયાણાનાં હાલ જશોનાથ ચોક પાસે રહેતાં સુનીલભાઈ બલભીરસિંગ જાટ ઉ.૨૩એ નીલમબાગ પોલીસમાં ફરિયાદ આપે છે કે ગત રાત્રીનાં બે શખ્સો સીનેમા ખાતે ફીલ્મ જોવા આવ્યા હતા. ઈન્ટરવલમાં સેન્ટવીચ અને પાણી બોટલ બાબતે બોલાચાલી થતા બન્ને શખ્સો ધમકી આપી ફિલ્મ જોવા ચાલ્યા ગયા હતા બાદ ફિલ્મ છુટ્યા બાદ બન્ને અજાણ્યા શખ્સોએ સુનીલભાઈને નીચે બોલાવી તેની સાથે તેના કર્મચારી વિનોદભાઈ જાટ પણ નીચે નજીકના પેટ્રોલપંપ પાસે ગયા હતા.
ત્યાં જીગો રે.ક.પરાવાળો અને ત્રણ અજાણ્યા ઈસમોએ સુનીલભાઈ અને વિનોદભાઈ પર છરી વડે હુમલો કરી ઢીકા પાટુંનો મારમારી નાસી છુટ્યા હતા. બનાવબનતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા અને બન્ને ઈજાગ્રસ્તોને લોહીયાળ હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
સમગ્ર ઘનટાં નજીકનાં પેટ્રોલપંપ પર રાખેલા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે સી.સી.ટીવી ફુટેઝ તથાં સુનીલભાઈની ધોરણસર ફરીયાદ નોંધી વધુ તપાસ પી.આઈ કે.જે.ઝાલાએ હાથ ધરી છે.