(જી.એન.એસ)પેરિસ,તા.૨૬
ઓલિન્ન્સ માસ્ટર્સ સુપર ૧૦૦ ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી સાનિયા નેહવાલ અને કિદમ્બી શ્રીકાંતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે કિરણ જ્યોર્જે અપસેટ સર્જતા પોતાના જ દેશના એચએસ પ્રણોયને હરાવ્યો હતો. ચોથી ક્રમાંકિત સાઇનાએ વીમેન્સ સિંગલ્સ પહેલા રાઉન્ડમાં આયરલેન્ડની રાશેલ ડેરેગને ફક્ત ૨૧ મિનિટમાં જ ૨૧-૯, ૨૧-૫થી હરાવી હતી. હવે તે ૬૫મી ક્રમાંકિત ફ્રાન્સની મેરી બેટોમેની સામે ટકરાશે. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલે ગયા સપ્તાહે ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં જ સાથળની ઇજાના લીધે બહાર નીકળી જવું પડયું હતું. ભારતનો ટોચનો શટલર કિદમ્બી શ્રીકાંત ભારતના જ અજય જયરામને ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો. હવે તે ત્રીજા રાઉન્ડમાં મલેશિયાના ૭૯માં ક્રમાંકિત ચીમ જુન વેઈ સામે ટકરાશે. પહેલા રાઉન્ડમાં શ્રીકાંતને બાય મળ્યો હતો અને અજયે ભારતના આલાપ મિશ્રાને ૧૯-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૬થી હરાવ્યો હતો. ઓલ ઇંગ્લેન્ડમાં સેમી ફાઇનલ સુધી પહોંચનારા હોલેન્ડના માર્ક કેલજોઉને પ્રથમ રાઉન્ડની મેચમાં ૧૩-૨૧, ૨૧-૧૮, ૨૨-૨૦થી હરાવી અપસેટ સર્જનારા ભારતના કિરણ જ્યોર્જે વધુ એક અપસેટ સર્જતા ભારતના એચએસ પ્રણોયને ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૩-૨૧થી ૫૯ મિનિટમાં હરાવ્યો હતો.
હવે ૧૧૨મો ક્રમાંકિત ભારતીય ખેલાડી ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝ સામે ટકરાશે. ચિરાગ સેને પણ ઇન્ડોનેશિયાના ચિકો ઓરાને ૨૧-૧૩, ૨૧-૧૨થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
વીમેન્સ સિંગલ્સમાં ઇરા શર્માએ ફ્રાન્સની લેઓનિસ હ્યુએટને ૧૨-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૭થી હરાવી હતી. તે હવે ડેન્માર્કની ત્રીજી ક્રમાંકિત હેન્સ ક્રિસ્ટિયન સામે ટકરાશે.ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન કશ્યપ ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે ૭-૨૧, ૧૭-૨૧થી હારીને બહાર ફેંકાઈ ગયો હતો. જ્યારે ડેન્માર્કના ડિટલેવે ભારતના રાહુલ ભારદ્વાજને ૨૧-૧૫, ૨૧-૧૯થી હરાવ્યો હતો. મિકસ્ડ ડબલ્સની જોડી પ્રણવ જેરી ચોપરા અને એન સિક્કી રેડ્ડીએ બલ્ગેરિયાની જોડી ઇલિયન સ્ટોયનોવ અને હ્રિસ્ટોમિરા પોપોવસ્કાને ૨૧-૮-૨૧-૧૨થી હરાવી હતી.
Home Entertainment Sports ભારતની સ્ટાર ખેલાડી સાયના નેહવાલ અને કિદમ્બી શ્રીકાંતે વિજયી પ્રારંભ કર્યો