ઘોઘાના ૧૨ ગામની જમીનો સરકાર દ્વારા સંપાદન મામલે ચાલી રહેલ વિવાદ આજે ચોથા દિવસે પણ યથાવત રહેવા પામ્યો છે જીપીસીએલ કંપની દ્વારા નિર્ધારીત એરિયામાં ૨૪ કલાક માઈનીંગનું કામ શરૂ કર્યુ છે.
ઘોઘા તાલુકા ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા સરકારની જીપીસીએલ કંપની સામે મોર્ચો માંડ્યોને આજે ચાર દિવસ પૂર્ણ થયા છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ ઉકેલના અણસાર જણાી નથી રહ્યા ત્યારે તંત્ર અને સરકાર સામે આંદોલનકારીઓ દ્વારા ભાવનાત્મક વિરોધ પ્રદર્શનનો માર્ગ અખત્યાર કર્ય છે. સંઘર્ષ સમિતી દ્વારા અત્યાર સુધીમાં આંદોલનના બે શસ્ત્રોનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. જેમાં પ્રથમ અહિંસાનો માર્ગ ગાંધી ચિધ્યે લડત ત્યારબાદ તંત્ર સામે સિધ્ધો સંઘર્ષ આ કારી પણ નફાવતા અસરગ્રસ્ત ગામોના ખેડુતોના બાળકો જે શાળાઓમાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે તે બાળકોને શાળામાંથી ઉઠાવી લેવા તજવીજો હાથ ધરવામાં આવી છે.
બે પ્રયાસમાં નિષ્ફળ નિવડેલ આંદોલનકારીઓ હવે જે સરકારી શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાના શાળા સંચાલકોને આવેદન અરજી સાથે એવા પ્રકારે રજુઆત કરી રહ્યા છે કે સરકાર અમારી આજીવીકા સમાન જમીનો અમારી પાસેથી છીનવી રહ્યા છે આથી આવી સ્થિતિમાં અમે અમારા બાળકોને ભણાવવા અસમર્થ છીએ અને નજીકના ભવિષ્યમાં અન્ન પાણી આશરા માટે અન્યત્ર હિજરતની ફરજ પડશે આથી બાળકોના સ્કુલ લીવીંગ સર્ટી આપવા તો બીજી તરફ આ આંદોલનને મહિલાઓનું જબરૂ બળ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ ભારે આક્રોષ ભેર જણાવી રહી છે કે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ દરિયાકાંઠાના ગામડાઓની દયનીય સ્થિતી છે. રાજકીય પક્ષો ચૂંટણી ટાણે અનેક દિવા સ્વપ્નો વર્ષોથી દેખાડે છે પરંતુ એક વચન ફલીભૂત થયુ નથી વર્ષના ત્રણથી ૪ માસને બાદ કરતા અહિયા ગામડાઓમાં પિવાના પાણીનો વિકટ પ્રશ્ન રહે છે ચોમાસા સિવાય ખેતી થઈ શક્તિ ૩૫ કિલોમીટરના એરિયામાં કોઈ વ્યવસાય નથી સેંકડો પરિવારો માત્ર ખેતી પર નિર્ભર છે ત્યારે આજીવીકાનું એકમાત્ર સરકાર છીનવી લે ત્યારે કઈ રીતે જીવન જીવવું ?