શહેરમાં ૧૦ સ્થળોએ કોરોના ટેસ્ટીંગ સેન્ટર શરૂ

1046

ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ, સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ, લીલા સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ ખાતે એમ કુલ ૫ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ ૫ સ્થળો હિમાલીયા મોલ, સીટી બસ સ્ટેન્ડ, રૂપમ ચોક, માર્કેટીંગ યાર્ડ તેમજ દુઃખીશ્યામબાપા સર્કલ ખાતે રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ શહેરમાં કુલ ૧૦ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.
કોરોના સંક્રમણને શહેરમાં ફેલાતું અટકાવવા વધુમાં વધુ લોકો કોરોનાની તપાસ કરાવે તે ખૂબ જરૂરી છે. હાલ વિશ્વ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે. જેનું રિઝલ્ટ ૫ થી ૧૦ મિનિટમાં મળતું હોય વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકે છે.

Previous articleનાંદેડમાં શિખોનો પોલીસ પર હુમલો, ૪૦૦ સામે કેસ
Next articleભાવનગર જિ.પં.માં તા. ૧૭ એપ્રીલ સુધી પ્રવેશ બંધી કરાઇ