ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ ગ્રામજનો, નાગરિકો, અરજદારોને જણાવવામાં આવે છે કે હાલ ભાવનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ વધવાને કારણે કેસોની સંખ્યામાં રોજબરોજ વધારો થતો જાય છે. આજરોજ જિલ્લા પંચાયત, ભાવનગરમાં ફરજ બજાવતા ૧૦ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવેલ છે. જેથી સરકારી કચેરીઓમાં નાગરીકો, અરજદારોની અવર-જવરને કારણે સરકારી કર્મચારીઓ અને નાગરીકો, અરજદારો વચ્ચે પરસ્પર સંક્રમણ વધવાથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના હોય જેથી તા.૧-૪-૨૦૨૧ થી તા. ૧૭-૪-૨૦૨૧ સુધી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ નાગરીકો, અરજદારોને અત્યંત આવશ્યક ન હોય તે સિવાય જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીઓમાં નાગરીકો, મુલાકાતીઓ, અરજદારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આથી તા.૧-૪-૨૦૨૧ થી તા.૧૭-૪-૨૦૨૧ સુધી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરીકો, મુલાકાતીઓ, અરજદારોએ જિલ્લા પંચાયત, ભાવનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મુલાકાત ન લેવા અનુરોધ કરવામાં આવે છે. મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો કચેરીના ફોન નંબર ૦૨૭૮-૨૪૩૯૯૩૧ ઉપર ફોન કરી સોમવાર અને ગુરૂવારની એપોઇન્ટમેન્ટ મેળવી જિલ્લા પંચાયત ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવીને મુલાકાત લેવાની રહેશે.