મેઘા પાટકરના સંબંધથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ : રૂપાણી

676
guj542018-4.jpg

મેઘા પાટકરના સમર્થનમાં ્‌ઉઈઈ્‌ બાદ રાજીવ સાતવ ભાજપના નિશાને આવ્યા છે. આ મામલે પરેશ ધાનાણીએ આ મામલે નિવેદન આપતા મેઘા પાટકરની તરફેણ કરી હતી, તો બીજી તરફ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ નિવેદનથી ગુજરાતની માનસિકતા છતી થતી હોવાની વાત કરી છે. નર્મદા મુદ્દે ઝ્રસ્ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મેઘા પાટકરના કારણે નર્મદા યોજનામાં વિલંબ થયો છે અને તેને કારણે ગુજરાતની પ્રજાને સહન કરવું પડ્યું હતું. સરાકારે ચૂંટણી પહેલાં આપેલો વાયદો પૂરો કર્યો છે. કોંગ્રેસ અને મેધા પાટકરની સાંઠગાંઠ હવે ખુલ્લી પડી છે. મેઘા પાટકરના સંબંધથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે. દુખ થાય છે અને આ મામલે કોંગ્રેસ ખુલ્લી પડતી જાય છે.ગુજરાત વિરોધી મેઘા પાટકરને સમર્થન અને તેની વાહવાહી કરે તે બતાવે છે 
કે ભૂતકાળમાં નર્મદા યોજના ન બને એ કોંગ્રેસ પણ ઈચ્છતી હતી, અને કોંગ્રેસને ગુજરાતનું હિત ગમતું ન હતું.  તો બીજી તરફ, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ૧૭ દિવસમાં મળેલી મંજૂરી પણ ઈતિહાસ બન્યો છે. તેઓ વડાપ્રધાન બનતા જ નર્મદા યોજના પૂરી થઈ છે.

Previous articleસત્તા સામે સંઘર્ષ દિવસ-૪, ભીક્ષાની યાચના નથી કરી રહ્યા હક અને ન્યાય માટેની લડત છે
Next articleનર્મદા યોજના પૂર્ણ થવામાં મેઘા પાટકરનો સિંહ ફાળો : પરેશ ધાનાણી