શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલા જય શ્રી મામા દેવના ૧૨માં પાટોત્સવની ઉજવણી કરવામા આવી

656

ભાવનગર શહેરના જશોનાથ સર્કલ આયુર્વેદ કોલેજ ખાતે આવેલા જય શ્રી મામાદેવ નો ૧૨ મો પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં રાત્રે આનંદ નો ગરબો, મહા આરતી, હવન, બટુક ભોજન સહિતના કાર્યકમોનું આયોજન કરાયું હતું,શહેર ના જશોનાથ સર્કલ પાસે આવેલ આયુર્વેદિક કોલેજ માં આવેલ જય શ્રી મામા દેવ મિત્ર મંડળ દ્વારા હવન કરવામાં આવ્યો હતો આ હવન માં નવયુગલો એ હવનમાં બેસી ને ધાર્મિક પુજા અર્ચના કરી હતી અને રાત્રે આનંદનો ગરબોમાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા, સાંજના સમયે નાના બાળકો માટે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે, આમ મામા દેવ મિત્ર મંડળ ના ૧૨માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું, આ પાટોત્સવ માં ભાવિકો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભાવિકો ભક્તો એ મામા દેવ ની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જય શ્રી મામા મિત્ર મંડળનો ૧૨ માં પાટોત્સવ ની દર વર્ષે ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી પણ આ વર્ષે કોરોનાને કારણે સામાન્ય ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleસુરતના કોર્પોરેટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના દેખાવો
Next articleશહેરના કેટલાંક વિસ્તારોમાં નડતરરૂપ વીજ પોલના કારણે રોડના કામો થતા નથી