ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડીયા કર્મીઓને કોરોના સામે રક્ષણ મેળવવા માટે શહેરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ટાઉનહોલ ખાતે રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ રસીકરણ કેમ્પમાં ૪૯ કરતા પણ વધુ ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ મીડીયા કર્મીઓએ પ્રથમ રસીનો ડોઝ લીધો હતો. તમામ મીડીયા કર્મીઓએ લોકોને રસી અચુક લેવા આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાના નાયબ માહિતી નિયામક જે.ડી.વસૈયાએ જણાવ્યું હતુ કે, લોકોએ વેક્સિન લીધા બાદ પણ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાની રસી લીધા બાદ પણ ફરજિયાત માસ્ક પહેવું, સોશ્યલ ડીસ્ટન્ટ રાખવું જોઇએ. જેથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય.