હરભજન સિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાચવા લાગ્યો, કેકેઆરએ શેર કર્યો વીડિયો

444

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩
ઓફ સ્પિનર હરભજન સિંહ આ વર્ષે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમશે. તેને આ વર્ષે નીલામી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે રિલીઝ કર્યો હતો. જે પછી કેકેઆર એ તેને ૨ કરોડ રૂપિયાની બેસ પ્રાઇસ પર ખરિદી લીધો હતો. તેને ૭ દિવસનો આનિવાર્ય કોરોન્ટાઇન પિરીયડ પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. આ પહેલા તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેને કેકેઆર એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હરભજન હોટલ રૂમથી બહાર નિકળી રહ્યો છે. વીડિયોમાં જ્યારે તેને બહાર નિકળતા સમયે પૂંછવામાં આવે છે કે, ત્યારે તે કહે છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હવે હું પ્રેક્ટિસ માટે જઇ રહ્યો છું. બસ તેના પછી બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત વાગે છે અને ભજ્જી નાચવા લાગે છે.આ પહેલા કેકેઆરનો મિડલ ઓર્ડર બોલર નીતીશ રાણા ૨૨ માર્ચે કોરોના સંક્રમિત થયો હતો. જેના પછીથી તે આઇસોલેશનમાં હતો. એક દિવસ પહેલા જ તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેના પછી તે ટીમ સાથે જોડાઇ ગયો છે. કેકેઆર એ તેનો પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા તેણે લોકોને કોરોના પ્રત્યે સજાગ રહેવાની અપીલ કરી હતી.

Previous articleકિયારાએ કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થને કહ્યો બુદ્ધિશાળી
Next articleભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ