પાલીતાણા ખાતે રહેતા મહેબુબશા રૂસ્તમશા પઠાણ ફકીર નામના મુસ્લિમ યુવાન પર કેટલાક શખ્સોએ વ્યાજે પૈસા આપેલ હોય, જે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદીથીં પૈસા થતાં ના હોય જેના કારણે ગત તા,૨ નાં રોજ રાત્રીના સુમારે ભાવનગર – પાલીતાણા રોડ ઉપર ડો. ત્રીવેદીનાં હોસ્પિટલ પાસે આરોપીઓએ ફરિયાદીને મારમારી, શરીર ઉપર પેટ્રોલ છાંટી, દીવાસળી વડે ફરિયાદીનેં સળગાવી દેતાં ગંભીર રીતે દાઝેલા યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આવા જઘન્ય અને ક્રુરતા પુર્વક નાં બનાવનેં ભાવનગર શહેર જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
આ ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં નગરસેવક રૂમીભાઈ શેખ, ઇકબાલ આરબ કાળુભાઇ બેલીમ, ઇબ્રાહીમ સરવૈયા, માનવ સેવાના મંત્રી સફીભાઇ સૈયદ (વાળુકડ) મનહરભાઇ રાઠોડ, સાજીદભાઇ કાજી, રૂબીનાબેન ખલાણી, મુસ્લીમ એકતા મંચના સલીમ કુરેશી, સાજીદભા તેલીયા, તોસીફખાન પઠાણ (માણેકવાડી) સહીતનાં આગેવાનો સર.ટી. હોસ્પિટલ દોડી ગયા હતા અને આ બનાવનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને ભારપુર્વક રજૂઆત કરી હતી પોલીસ તંત્ર દ્વારા આરોપીઓનેં ઝડપી લેવા ખાત્રી આપી હતી.