ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સોમવારે શામળાજી ચેક પોસ્ટ પાસેથી રૂ.૪૬.૫૦ લાખનો વિદેશી દારૂ ભરેલું પરપ્રાંતિય કન્ટેનર ઝડપ્યું હતું. પોલસે કન્ટેનર સહિત ૬૬.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ભાગી છૂટેલા પરપ્રાંતિય શખસને ઝડપવા માટેના ચક્રોગતિમાન કર્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત રાજ્યના નાયબ પોલીસ અધિક્ષક જ્યોતિ પંકજ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ક્રિશ્ચિયન મોનિટરીંગની ટીમ સાથે સોમવારે હિંમતનગર-શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે પર ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતું કન્ટેનર (એચ.આર.-૫૫, પી – ૫૧૯૬) શામળાજી પોલીસ લાઇન નજીકની ફોરેસ્ટ ચેકપોસ્ટની ટીમને કન્ટેનરની તપાસ કરતાં તેમાથી જુદીજુદી જાતનો શરાબ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
મોનીટરીંગની ટીમે વિદેશી દારૂ અને બિયરના ૧૧,૫૫૩ નંગ રૂ. ૪૬,૫૮,૫૫૦નો જથ્થો કબજે લઇ મોબાઇલ તેમજ કન્ટેનર મળી રૂ.૬૬,૭૩,૫૫૦ નો મુદ્દામાલ કબજે લઇ ભાગી છૂટેલા વોન્ટેડ આરોપી રામકરનસિંગ રામલાલસિંગ (સનવાલોડા, લડખાની સીકર)ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.