જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગરના વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રમુખ સહિત પદ્દાધિકારીઓન શપથવિધિ સમારોહ સત્કાર ગાર્ડન પર યોજાયો હતો. જ્યાં ફેડરેશન અને રીજીયનના પદ્દાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે હિતેશભાઇ કોઠારી, કૌશિકભાઇ શાહ તથા મધુસુદન વોરા ઉપપ્રમુખ, હરેશભાઇ લાખાણી મંત્રી, સહમંત્રી તરીકે નિલેશભા શાહ તથા કલ્પેશભાઇ શાહ અને ભરતભાઇ કોટડીયાએ ખજાનચી તરીકે શપથ લીધા હતાં.