ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામા ૯૦ કોરોના પોઝિટિવ કેસ, એકનું મોત

485

ભાવનગર જિલ્લામા આજરોજ ૭૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૪૩૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૮ પુરૂષ અને ૧૮ સ્ત્રી મળી કુલ ૬૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરના કુંભારવાડામાં રહેતી ૩૬ વર્ષીય મહિલાનું મોત થયું,જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે -૫, ભાવનગર ગ્રામ્ય – ૪, જેસર ખાતે -૧, પાલીતાણા ખાતે -૧, વલ્લભીપુર ખાતે – ૧, ઘોઘા ખાતે – ૨, પાલીતાણા ખાતે – , તળાજા ખાતે – ૩, ઉમરાળા ખાતે – ૪, ગારીયાધાર ખાતે -૧, તેમજ સિહોર ખાતે – ૨, મળી કુલ ૨૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૯ અને તાલુકાઓમાં ૧૨ કેસ મળી કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૭,૪૩૩ કેસ પૈકી હાલ ૬૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા આજદિન સુધીમાં ૭૪ દર્દીઓના અવસાન થયેલ છે.

Previous articleનાઈટ કર્ફ્યુની જાહેરાત થતા દિવસે બજારમાં ભારે ભીડ
Next articleશહેરની સર.ટી. હોસ્પિટલમાં મૃતદેહ લેવા માટે પરિવારજનોની રઝળપાટ