રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવતી પોલીસ

1054

કોરોનાને કાબુમાં લેવા રાજ્યભરની સાથો સાથ બુધવારથી ભાવનગર શહેરમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે પ્રથમ દિવસે રાત્રિ કર્ફ્યુનો ચુસ્ત અમલ કરવા લોકોને આઇ.જી., એસ.પી. સહિત પોલીસ દ્વારા ઘોઘાગેઇટ ચોક ખાતે આવીને અપીલ કરવામાં આવી હતી. બાદ રાત્રિનાં ૮ વાગ્યા પછી કર્ફ્યુનો અમલ શરૂ થઇ ગયો હોવા છતા રસ્તા પર નિકળતા લોકોને શહેરભરની બજારોમાં પોલીસે રોકી પુછપરછ કરી હતી. અને કર્ફ્યુ દરમિયાન બહાર ન નિકળળા સુચના આપી હતી પોલીસ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં રાઉન્ડ ક્લોક પેટ્રોલીંગ કરીને અમલવારી કરાવી હતી. આજે ગુરૂવારથી રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાવાશે તેમ એસ.પી. અને આઇ.જી.એ જણાવ્યું હતું.

Previous articleનાઇટ કર્ફ્યુના અમલથી ભાવનગર શહેર બન્યું સુમસામ
Next articleભાવનગર શહેરને જોડતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી