મામલતદાર કચેરીમાં આવેલું જનસેવા કેન્દ્ર અનિશ્ચિત મુદત સુધી બંધ કરાયું

1353

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ ભાવનગર કલેકટર દ્વારા મામલતદાર કચેરી જન સેવા કેન્દ્ર તા.૧૨/૪/૨૦૨૧ ને સોમવાર થી અનિશ્ચિત મુદત સુધી બંધ રહશે, તેમ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જણાવ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસોને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે, ભાવનગરમાં કોરોનાને નિયંત્રિત કરવા તકેદારીના ભાગરૂપે વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે ભાવનગર શહેર અને જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જન સેવા કેન્દ્રોની કામગીરી તા.૧૨/૪/૨૦૨૧ ને સોમવારથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્ય હિતને ધ્યાને લઇ બંધ કરવામાં આવે છે તેમ ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.

Previous articleલોકો સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવવા લાગતા રેપિડ ટેસ્ટ કીટ ખુટી પડી
Next articleઆંબે આવી કેરી…