શિશુવિહાર સંસ્થા દ્વારા શહેરની ૪૦ આંગણવાડીને શૈક્ષણિક ચાર્ટનું વિતરણ

722
bvn2182017-19.jpg

શિશુવિહાર સંસ્થાની બાળ કેળવણીમાં પોતાની વયના ૯૬ વર્ષ સુધી અવિરત સેવા આપનાર સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય પ્રેમશંકરભાઈની પ્રથમ પૂણ્યતિથિ પ્રસંગે શહેરની ૪૦ આંગણવાડીને ૧૦-૧૦ શૈક્ષણિક ચાર્ટનું વિતરણ કરવામાં આવેલ.
સર્વપિતૃ શ્રાદ્વ પ્રસંગે યોજાનાર કાર્યક્રમ સમયે આંગણવાડીના ભુલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર છે. ત્યારબાદ પ૦૦થી વધુ બાળકોને ભોજન અને વોટરબેગ સાથે બાળ આરોગ્યલક્ષી સાહિત્ય આપવામાં આવેલ.
શિશુવિહાર સંસ્થાની પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહાય યોજના અંતર્ગત અગાઉ ભાવનગર મહાપાલિકા સંચાલિત ર૭પ આંગણવાડીને સંગીતના સાધનો, ફર્સ્ટએડ બોક્સ તથા બાળ ગીતોની પુસ્તિકા અને સીડી ઉપરાંત બાળ કેળવણી માટે ૧૦-૧૦ શૈક્ષણિક ચાર્ટ આપવામાં આવેલ.

Previous articleરાજુલાના ગોકુલનગર ખાતે આજથી નવરાત્રિ મહોત્સવ
Next articleચિત્રા મસ્તરામ મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા