કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ બાબતે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

657

ભાવનગર શહેર જિલ્લામાં કોરોના મહામારીમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. તેવા સંજોગોમાં દર્દીઓ અને તેમના સગા સબંધીઓમાં પણ મુશ્કેલીઓ વધી રહી છે. દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તે માટે તેમજ આરટીપીસીઆર, વેન્ટીલેટર, ઓક્સિજન, બેડના પ્રશ્નનો તાકીદે યોગ્ય ઉકેલ આવે અને દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી તાકીદે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી. અને સતાધારી ભાજપ પક્ષની રિતી નિતીની જાટકણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ઇંન્જેક્શનના નામે ભાજપ રાજકારણ કરી રહ્યું હોવાનું પણ આક્ષેપ કરાયા હતા.
આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ સમિત્તિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, મ્યુનિ. વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નગર સેવક પારૂલબેન ત્રિવેદી સહિતનાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને ભાર પૂર્વકની રજૂઆત કરી હતી.આવેદન પત્રમાં જણાવાયું હતું કે, એક વર્ષથી કોરોનાના આ માહોલ વચ્ચે આજ સુધી આ ભાજપની સરકારે કઇ સુવિધા ઉભી કરી તે લોકોને ખબર નથી. મોટી મોટી વાતો કરીને રેલવેના ડબ્બામાં બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. તે રેલવેના ડબ્બા ક્યાં ગયા? તેમજ સરકારે ભાવનગરમાં નવી કોઇ બેડ સાથેની હોસ્પિટલની વ્યવસ્થા કરેલ નથી. ફક્ત ચૂંટણી અને મોટા મોટા તાયફામાં તેમજ લોકોના માસ્કના દંડ જ રસ ધરાવ્યો છે ભાવનગરમાં ભાજપના મોટા આગેવાનો જે સરકારમાં સ્થાન ધરાવે છે છતાં પણ આ પરિસ્થિતિમાં લોકો માટે કોઇ નવી વ્યવસ્થા કે સગવડ લાવ્યા નથી. ભૂતકાળમાં શક્તિસિંહ ગોહિલે પોતાની સરકારમાં પોતાનું રાજીનામુ આપી ભાવનગરના લોકો માટે મેડિકલ કોલેજ લાવેલા આ સમયમાં ગોહિલે વારંવાર સરકારમાં ભૂલ પરિવર્તન ના થાય તે માટેના સુચનો કરેલ પરંતુ આ સરકારે આ સુચનો પર ધ્યાન જ ના દોર્યું . રે મેડિસીવર ઇજેક્શન લોકોને મળતા નથી અને મેળવવા માટે કેટલાય આધાર પુરાવા રજૂ કરવા પડે છે. આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ વહેલા મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ વેન્ટીલેટર, ઓક્સિજન, દર્દીઓ માટે જો ઇતા બેડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે.

Previous articleલેપ્રેસી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા કવાયત હાથ ધરાઈ, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
Next articleબજારમાં દિવસે ભારે ભીડ તો રાત્રી કર્ફયુનો મતલબ શું?…