બજારમાં દિવસે ભારે ભીડ તો રાત્રી કર્ફયુનો મતલબ શું?…

996

સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધતુ જાય છે દરરોજ આવી રહેલા અસંખ્ય પોઝીટીવ કેસોને દાખલ કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી અને દર્દીઓ તથા તેના પરિવારજનો ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તેની સામે તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝરનાં ઉપયોગ કરવા સહિતનાં નિયમો બનાવી વાંરવાર લોકોને કહેવામાં આવે છે તથા રાજ્યભરનાં ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ પણ નાખવામાં આવેલ છે. જેનો પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરાવાય છે. પરંતુ જ્યાં સુધી લોકો પોતે નહી સમજે અને નિયમોનું પાલન નહી કરે ત્યાં સુધી સંક્રમણ ઘટશે નહી તેવુ મનાઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં કેસો બીજી તરફ નાઈટ કર્ફ્યુ હોય.

પોલીસ અમલવારી કરાવે છે અને ભાવનગર શહેરનાં પ્રવેશદ્વાર નારી ચોકડી ખાતેથી, રાત્રીના ૮ વાગ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાજબી કારણ વિનાં કોઈને શહેરમાં પ્રવેશ કરવા દેવાતા નથી ત્યારે બજારમાં દિવસે ભારે ભીડ અને રાત્રીનાં કર્ફ્યુનો શુ મતલબ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા દિવસ દરમિયાન પણ નિયમોનું ચુસ્ત પાલન કરાવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Previous articleકોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ બાબતે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
Next articleછેલ્લા બે દિવસમાં મહાપાલિકાએ રૂા. ૧.૩૦ કરોડ કરવેરાના વસુલ્યા