ભાવનગર શહેર માં છેલ્લા બે દિવસથી “કોરોના” કાળચક્ર ફરી વળ્યું છે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી શહેરના તમામ સ્મશાનો માં ચિતા અગ્નિ ઠરી નથી કોરોના સંક્રમિત દર્દીઓ એકબાદ એક ખૂબ ઝડપથી મોતને ભેટતા સ્મશાનોમા મૃતદેહોને અગ્નિદાહ આપવા લાંબી લાઈનો લાગી છે અને મસાણોમા ચિતા માટે લાકડાઓ ખુટતા માણસના અંત સમયે મોતનો મલાજો પણ જળવાઈ શક્તો નથી તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આ આફતની ઘડીએ અકલ્પનિય દુઃખ-કષ્ટ સહન કરી રહ્યાં છે અને માણસની વ્યાખ્યા માં તો ઠીક પશુ તરીકે પણ ગણના ન કરી શકીએ એવાં રાજકીય પક્ષો નેતાઓ આવી વિપત વેળાએ પણ રાજકારણ નું હલકું કૃત્ય કરતાં જરાપણ ખચકાતા નથી….!ભાવનગર શહેર માં છેલ્લા એક સપ્તાહ થી કોરોના વાઈરસ થી સંક્રમિત થયેલાં અને આ સંક્રમણ પૂર્વેથી જ ડાયાબિટીસ, હદય રોગ,બ્લડપ્રેશર સહિતના રોગોથી ગ્રસ્ત છે એવાં દર્દીઓ કોરોના થી સંક્રમિત થયાં બાદ ટપોટપ મોતને ભેટી રહ્યા છે આવાં કો-મોરબીડ ડેથ ની સંખ્યામાં જબ્બર વધારો થતાં આવાં મૃતકોની અંતિમ ક્રિયાઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે જેમાં સ્મશાને પહોંચ્યા બાદ અહીં પહેલેથીજ મોજુદ અને અગ્નિદાહ ની રાહે બેઠેલા મૃતદેહો હાલમાં દરેક સ્મશાનમાં એક થી લઈ ને ચાર કલાક જેવું વેઇટિંગ ચાલી રહ્યું છે બીજું એક સાથે મોટી સંખ્યામાં મરણ થતાં ચિતા સળગાવવા માટે જરૂરી લાકડાની પણ અછત વર્તાઈ રહી છે મરણજનાર વ્યક્તિ ઓમાં વૃદ્ધ કે આધેડ વયના વ્યક્તિ ઓ જ નહીં પરંતુ જુવાન વયના લોકો પણ મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યા છે જે ખરેખર ખૂબ જ ચિંતા ની બાબત છે કારણકે યુવા વ્યક્તિ પરિવાર, કુટુંબ નો આધાર હોય છે શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા કરશનભાઈ સોલંકી નામના ૭૦ વર્ષીય વૃદ્ધે જણાવ્યું હતું કે માત્ર સાત દિવસમાં તેના પરિવારના ૬ સભ્યોને કોરોના ભરખી ગયો છે જેમાં બે પૌત્રો ની વય માત્ર ૨૦ અને ૨૩ વર્ષની જ હતી….! આજે સ્મશાનમાં ૫૦ વર્ષીય કૌટુંબિક ભાઇ નું કોરોના ના કારણે અવસાન થતાં વૃદ્ધ રીતસર ભાંગી પડ્યા હતા અને સ્મશાનમાં જ બે હાથ જોડી અત્યંત વેદના ભર્યા સ્વરે આંતર્નાદ સાથે બોલ્યા કે ” હે કુદરત હવે તો ખમ્મા કર આ મસાણમાં કાટીયા પણ ખુટ્યા” આ વૃદ્ધ નું દુઃખ વેદના જોઈ સાંભળીને અન્ય ડાઘુઓ પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા એ સમયે કોણ કોને આશ્વાસન આપે ….!આ અત્યંત કપરા કાળમાં એવાં નેતાઓ પણ છે જેમની ગણના પશુ સાથે પણ ન થાઈ શકે એવાં નરાધમો હલકી વૃત્તિ નું રાજકારણ કરવામાં પણ ઉણા નથી ઉતરતા….!