નવી દિલ્લી
આઇપીએલ ૨૦૨૧ની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સનાની પંજાબની ટીમ સામે ભલે હાર થઇ હોય પરંતુ ટીમના કેપ્ટન સંજૂ સૈમસને તેની બેટીંગથી ફેન્સનું દિલ જીતી લીઘુ હતુ, પંજાબના ૨૨૨ રનના ટાર્ગેટનો પીછો કરતા સૈમસને ૧૧૯ રનની મદદથી રાજસ્થાન જીતની નજીક પહોચ્યું હતું. પરંતુ અંતિમ ઓવરમાં સિક્સ મારવા જતા સૈમસન આઉટ થયો હતો. અને માત્ર ૪ રને પંજાબની ટીમનો વિજય થયો હતો. આ મેચ કેપ્ટન તરીકે તેની પહેલી મેચ હતી જેમાં તેણે ૬૩ બોલમાં ૧૧૯ રન કર્યા હતા. આ કેપ્ટન તરીકે ડેબ્યું મેચમાં સદી મારનાર પ્રથમ કેપ્ટન છે.
સૈમસન પહેલા શ્રેયસ ઐયરે કેપ્ટનની ડેબ્યૂ મેચ તરીકે આઈપીએલમાં સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ૨૦૧૮માં, તેણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે વખતે ૪૦ બોલમાં ૯૩ રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ સામેના તેમના ૧૧૯ રન પણ આઇપીએલમાં બીજી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ છે. લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પોલ વાલ્થાટીના નામે છે. તેણે આઈપીએલ ૨૦૧૧માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૬૩ બોલમાં અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા. સેમસનના નામે પણ એક રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. તે આઈપીએલમાં અસફળ રન ચેઝમાં સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા યુસુફ પઠાણે આઈપીએલ ૨૦૧૦માં મુંબઇ ઇન્ડિયન્સ સામે સદી ફટકારી હતી. પરંતુ તેની ટીમને હાર મળી.
Home Entertainment Sports સૈમસન આઇપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ભારતીય બેસ્ટમેન, તોડ્યા અનેક રેકોર્ડ