હાલમાં કોરોના મહામારીના સમયમાં લોકોને આરોગ્ય સેવાઓ મેળવવી મુશ્કેલ પડી રહી છે ત્યારે ખાસ કરીને ઓક્સિજન સિલિંડરની પણ જરૂરિયાત પડી છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને જીલ્લા વિકાસ અધિકારી શ્રીવરૂણકુમાર બનરવાલની પ્રેરણાથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રેડક્રોસને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાના ભાગ રૂપે ૨૦ (વીસ) ઓક્સિજન કોન્સન્ટ્રેશન (એટલે કે ઓક્સિજન પુરૂ પાડતું સાધન) સર.ટી.હોસ્પિટલને આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રેડક્રોસ સોસાયટી ને ૨૦ (વીસ) ઓક્સિજન કોન્સન્ટ્રેશન માટેનો સહયોગ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે કરવામાં આવેલ સર.ટી.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.બ્રહ્મભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતીમા પ્રિશાબેન ચિન્મયભાઇ શાહના હસ્તે રેડક્રોસના હોદ્દેદારો ચેરમેન ડૉ.મિલનભાઇ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કર તથા કારોબારી સદસ્ય કાર્તિકભાઇ દવેને સહયોગનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. ભાવનગર જીલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણ બરનવાલ તથા જીલ્લા વહીવટીતંત્ર સતત મહેનત કરી રહ્યુ છે ત્યારે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના સહકારથી સર.ટી.હોસ્પિટલને આપવામાં આવી રહેલા આ ઓક્સિજન કોન્સન્ટ્રેશનથી સર.ટી. હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ઓક્સિજન મેળવવામાં સહકાર મળી રહેશે.