રાણપુર, તા. ૧૪
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ ને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.લાખો નો સંખ્યા માં કોરોના ના કેસો વધી રહ્યા છે તેમ છતા સરકાર લોકડાઉન આપવાની ના પાડી રહ્યુ છુ. હોસ્પિટલો હાઉસફુલ છે હોસ્પિટલો માં જગ્યા નથી કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર ના અભાવે મોત ને ભેટી રહ્યા છે.અને પોઝીટીવ કેસો મોટા પ્રમાણ માં વધી રહ્યા છે.તો બીજી બાજી સંક્રમણ અટકાવવા લોકો પોતપોતાના ગામો માં સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યા છે.જે લોકડાઉનને જબરજસ્ત પ્રતિસાદ મળિ રહ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં છેલ્લા ૧૫ દિવસ થી કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.અને કોરોના વાયરસના કેસો રાણપુર ના તમામ વિસ્તારો માં ફળીવળ્યા છે. ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્રારા અને વેપારી મહામંડળ દ્રારા રાણપુર શહેરમાં બે દિવસ નુ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવતા આજે પ્રથમ દિવસે જ રાણપુર શહેરની મેઈન બજાર,ગીબરોડ,રેલ્વે સ્ટેશન રોડ,અણીયાળી રોડ,ધારપીપળા રોડ સહીત ની બજારો સજ્જડ બંધ રહી હતી.જેના કારણે રાણપુર ની જે મેઈન બજારો લોકો થી ધમધમતી હોય છે તે આજે લોકડાઉનને કારણે સુમ સામ બની ગઈ હતી.રાણપુરના લોકો લોકડાઉન ને કારણે ઘરમાં જ પુરાય રહ્યા હતા.રાણપુર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે જાહેર કરેલા બે દિવસના સ્વયંભૂ લોકડાઉન માં પહેલા દિવસે રાણપુરની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી હતી.અને રાણપુર ની બજારો અને મુખ્ય જાહેર માર્ગો સુમસામ બની ગયા હતા.રાણપુર શહેર એટલુ બધ્ધુ સજ્જડ બંધ રહ્યુ કે પીવાનુ પાણી મળવુ પણ મુશ્કેલ હતુ.રાણપુર ના તમામ રસ્તાઓ ભેંકાર થઈ ગયા હતા.ગ્રામ પંચાયત દ્રારા આપવામાં આવેલ બે દિવસના સ્વયંભૂ લોકડાઉન ને લઈને પોલીસ દ્રારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.