ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજે ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જુદા જુદા પપ જેટલા એજન્ડાના મુદ્દા – ઠરાવો રજુ થયા હતા. જેમાં મુખ્યત્વે દુઃખીશ્યામ બાપા સર્કલને ૨૩ માર્ચ ૨૦૨૧ની દરખાસ્ત મુજબ દુઃખીશ્યામ બાપા સર્કલને પાર્ટી લીલા શીપ રીસાઈકલીંગ પ્રા.લી.ભાવનગરને દત્તક આપવામાં આવેલું હતું જે વ્યસ્તતાના કારણે રિન્યુ નહી થતા કરાર રિન્યુ કરવા માંગતા હોવાના પત્રના આધારે દુઃખીશ્યામબાપા સર્કલનું મેન્ટેન અને જાળવણી કરવા માટે ૧૦ વર્ષ માટે લીલા શીપ રીસાઈકલીંગને દત્તક અપાવાનો સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ મંજુર કરવામાં આવેલ.જે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં સ્ટે. કમિટીના સદસ્યો, ભાવ.મ્યુનિ. કમિશ્નર એમ.એ. ગાંધી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ ઠરાવોને પણ ચર્ચા વિચારણાને અંતે મંજુરીની મ્હોર મારવામાં આવી હતી.
ભાવનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટિ મીટીગ રૂમ ખાતે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં મહાપાલિકાના ૧૭ જેટલા કર્મચારીએ રજા પ્રવાસ રાહત (એલટીસી બ્લોક ૨૦૧૬-૧૯ અન્વયે ખરે ખર મુસાફરી કરવાના વિકલ્પ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મેળવવા અરજી કરેલ છે, જેની મંજુરી આપવા ચર્ચા વિચારણા કરાઇ હતી. કોરોના વાયરસ અન્વયે ભાવનગર મહાપાલિકાની ચૂંટણી ૨૦૨૧ રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ અને હેન્ડ વોશ ખરીદ કરવા સુચના આવી હતી, જેના પગલે ૧૦૦ નંગ હેન્ડ ગ્લોઝ રૂ. ૪૯,૨૪૫ તથા હેન્ડ વોશ લીટર મુજબના ભાવ રૂ. ૬૪ લેખે ૧૧૪૮ લીટર ૭૩,૪૭રના ખર્ચની કમિશનરે મંજુરી આપી હતી, જેની હકીકત જાહેર કરાઇ હતી. કોવિડ -૧૯ને નિયંત્રણમાં રાખવા માટે તથા વધુ વકરે નહી તે માટે થઈ આવેલ સુચના તેમજ મંજુરી મુજબ હાલ કાર્યકરત -૨૪ એમપીડબલ્યુ તથા અગાઉ છુટા કરેલ ૧૨૫ એમપીએચડબલ્યુ મળીને ૧૪૯ કર્મચારીઓને આગામી તા. ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી મંજુર રહેલ શરતો અને નિયમો અનુસાર કાર્યરત કરવાની મંજુરી આપવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ હતી.
આ બેઠકમાં જુદા જુદા પ૫ ઠરાવો રજુ થયા હતા અને જે અંગે વિસ્તૃત નિર્ણય લેવાયા હતા. તેમજ અધ્યક્ષ સ્થાનેથી પણ ઠરાવો રજુ થયા હતા જે અંગે પણ નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં સ્ટે. કમિટીના સદસ્યો, અને સબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.