હરિદ્વારમાં કુંભમેળાનું બીજું શાહી સ્નાન

387

પ્રયાગ, ઉજ્જૈન, નાસિક ત્રમ્બક અને હરિદ્વાર એમ ચાર સ્થાનો પર ક્રમશઃ લગભગ ૧૨ વર્ષે ભરાતા કુંભમેળાનું આપણી સંસ્કૃતિમાં ખૂબ મહાત્મ્ય રહેલું છે. આ વર્ષે ગંગામૈયાના કિનારે હરિદ્વારમાં દિવ્ય કુંભમેળો યોજાયો છે. આજે મેષ સંક્રાંતિનું શાહી સ્નાન હતું, જેમાં અખાડા પરિષદના નિર્ણય અનુસાર બધા અખાડાઓ દ્વારા એક બાદ એક એમ આખો દિવસ હરકીપૈડીના કુંડમાં શાહી સ્નાન કરવામાં આવ્યું, જેમાં ભાવિકો પણ જોડાયા. કોરોનાના કારણે આ વખતે માત્ર એક માસ જ કુંભમેળાનું આયોજન રખાયું છે. હવે છેલ્લું શાહીસ્નાન ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિના પર્વે યોજાશે. જો કે ભાવિકોની ખૂબ ઓછી હાજરી ઉપરાંત અખાડા અને રાવટીઓમાંથી મોટા ભાગના સંતો, મહામંડલેશ્વરો, મહંતો, ગાદીપતિઓ સાથે ભાવિકો એક બે દિવસમાં જ હરિદ્વારથી નીકળી રહ્યા છે. આજે કુંભમેળાનું પરાકાષ્ટા રૂપ સ્નાન હતું, પરંતુ કોરોના બિમારીના કારણે અગાઉના કુંભ જેવું આકર્ષણ અને તેવી ભીડ સ્વાભાવિક જોવા મળેલ નહિ.

Previous articleભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું
Next articleબોર્ડની પરીક્ષાઓ મોકૂફ, ધો.૧-૯-૧૧માં માસ પ્રમોશન અપાશે