ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી ચૌહાણ જલ્પા અને ચાડ ક્રિષ્નાની યુથ નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટમાં તામીલનાડુ-ચેન્નઈ ખાતે પસંદગી કરવામાં આવી હતી.
તામીલનાડુ ખાતે યોજાયેલ યુથ નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમમાંથી કુ.ચૌહાણ જલ્પા અને કુ.ચાડ ક્રિષ્નાની પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન બન્ને ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતની ટીમને સિલ્વર મેડલ અપાવવામાં મહત્વનું યોગદાન આપેલ હતું.