શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા સગીરે કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલ ઈન્દીરાનગરમાં રહેતા જયદિપભાઈ લલીતભાઈ વિરપરા (દલીત) ઉ.વ.૧૭એ સાંજે ૪ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તુરંત ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં સારવાર અર્થે ખસેડાયેલ. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.