ભાવનગર શહેરના નિલમબાગ પેલેસ ખાતે ભાવનગર હેરિટેજ સોસાયટીની ઓપનિંગ સેરેમની ડિજિટલ માધ્યમથી યોજાઈ હતી, જેમાં મુખ્ય મહારણી સમયુક્તાકુમારી ગોહિલ, રાજકુંવરીબા બ્રીજેશ્વરીકુમારી ગોહિલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે કરાયું હતું,કલાનગરી ભાવેણાના વારસાના સ્થળો અને સ્થાપત્યોની સાચવણી કરવા માટે અને વિવિધ માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવાના પ્રયાસો થતા રહ્યા છે. આવા જ એક પ્રયાસના રૂપે ભાવનગર હેરીટેજ પ્રીઝર્વેશન સોસાયટી દ્વારા આગામી વિશ્વ હેરિટેજ દિવસના ભાગરૂપે ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે આગામી તા.૧૭ અને ૧૮ એપ્રિલના રોજ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી,આ ઉજવણી કોરીનાની પરિસ્થિતિનાં લીધે સંપૂર્ણપણે વર્ચ્યુઅલ એટલે કે ઝુમ કોલ અને વીડિયોનાં માધ્યમથી કરવામાં આવશે. આ ઉજવણીનાં ભાગરૂપે ૨૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, કલા નિષ્ણાંતો, ચિત્રકારો, હેરિટેજ તજજ્ઞો, ફોટોગ્રાફર જોડાવવાનાં છે. બંન્ને દિવસે કાર્યક્રમની ઉજવણી સવારથી લઇને સાંજ સુધી થનાર છે. ઓનલાઈન ખુબ જ બહોળી સંખ્યામાં ભાવનગરવાસીઓ સારો પ્રતિસાદ મળ્યો હતો, કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાના વિજેતાઓને ઈનામ તથા સ્વયંસેવકો અને ભાગ લેનાર તમામ વ્યક્તિઓને ઈ સર્ટિફીકેટ પણ આપવામાં આવશે. આ ઉજવણીમાં નાના બાળકોથી લઇને તમામ ઉંમરના લોકો ઉમંગભેર જોડાયા હતા, ભાવનગર હેરિટેજ પ્રીઝર્વેશન સોસાયટી દ્વારા જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને ૧૭ એપ્રિલે હેરિટેજ વોક, યોગા, ઓપનિંગ સેરેમની, ફોટોગ્રાફી એકઝીબિશન, ફોટોગ્રાફી સ્પર્ધા હેરિટેજ સેમિનાર , પોટરી ટોક અને વર્કશોપ, નિબંધ લેખન, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ પ્લાસ્ટિક, ભાવનગર હેરિટેજ સાથે હેરિટેજ ફૂડ રેસીપી, હેરિટેજ કોલાજ મેકિંગ તેજ રીતે તા.૧૮ એપ્રિલના રોજ પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ સંપૂર્ણ પણે વર્ચ્યુઅલ એટલે કે ઝુમ કોલ અને વીડિયોના માધ્યમથી કરવામાં આવશે. આજે યોજાયેલી ઉપસ્થિત ભાવેણાના રાજવી પરિવારના સભ્યોએ જણાવ્યુ હતુ કે, ભાવનગરના વારસાના સ્થળો અને સ્થાપત્યોની સાચવણી કરવા અને જાળવણી માટે લોકોને સાથે રાખી જાગૃતતા લવાશે અને ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થશે.આ કાર્યક્રમનો લાભ લેવા ભાવનગર હેરિટેજ સોસાયટીના કન્વીનર રાજકુંવરીબા બ્રીજેશ્વરીકુમારી ગોહિલએ જણાવ્યું હતું અમે બે દિવસના વર્ચ્યુઅલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગરની ધરોહર ની ઐતિહાસિક માહિતી શુ છે અત્યારે સમયમાં તેની કેવી સ્થિતિ છે.