ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલએ સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જણાવ્યું છે કે ભાવનગર સર ટી હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓની વ્યાપક ફરિયાદો હતી કે હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશન નથી. વેલટીનેટર પૂરતા પ્રમાણમાં નથી. ટ્રોમાં સેન્ટરમમાં વ્યવસ્થિત જવાબ મળતા નથી. માટે રજૂઆત કરવા મુલાકાત લીધી છે.
સંજયસિંહ ગોહિલએ જણાવ્યું હતુ કે દર્દીઓને સમયસર નાસ્તો, જ્યુસ આપવા જવા દેવામાં આવતા નથી. કર્મચારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે. જેવી બાબતોને લઈને મુલાકાત કરી અમે ડી.આર.ડી.ઓ.માં અધિક કલેક્ટર પટેલ સાહેબ અને ડોકટરઓને રજૂઆત કરી છે. તેવો દ્વારા ત્રણથી ચાર દિવસમાં બધીજ વ્યવસ્થા થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ત્યારે આપડા સૌની પણ ફરજ છે કે આવી પડેલ ભયાનક મહામારીમાં સાથે મળી પ્રશાસનને મદદ કરીયે. હાલ સમગ્ર દેશમાં ડોકટર, નર્સ, દવાખાનાના કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ, પો.કોન્સ્ટેબલઓ, હેલ્થના સૌ અધિકારી કર્મચારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સૌ અધિકારીઓ, કર્મચારીઓ, તલાટીમંત્રીઓ, ગ્રામસેવકો અને સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટના સૌ અધિકારી કર્મચારીઓ પોતાના અને તેમના પરિવારના આરોગ્ય અને જીવની પરવા કર્યા વગર દર્દીઓ અને નાગરિકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે જે પ્રશંસનીય છે.
વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ પોતાની રીતે સેવા કરી રહ્યાં છે. તેઓને પણ અભિનંદન, મીડિયાના મિત્રો પણ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. તેઓને પણ અભિનંદન, સાથે હાલ સરકારે સરકારી અને પ્રાઇવેટ શાળા, કોલેજોમાં કોવિડ સેન્ટરો ઉભા કરી દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ.
આવી વિકટ પરિસ્થિતિમાં આપણે બધા જ સાથે મળી સ્વૈચ્છિક રીતે પ્રશાસનને મદદ કરવા ફરજીયાત માસ્ક પહેરીએ, કામ સિવાય ઘર બહારના નીકળીએ, અંતર જળવીએ, હાથ સેનેટાઇઝ અથવા સાબુથી ધોઇયે,આપણાથી થતી કોરોના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને મદદરૂપ થઈએ, પાર્ટી, પક્ષપાત કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી આવી પડેલ મહામારીમાં યથાશક્તિ બનતી મદદ કરીએ. ભારતને કોરોના મુક્ત બનાવીએ તેવી ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલએ જણાવ્યું હતું.