નારીગામે રોડ નવનિર્માણ કામગીરીને પગલે ડ્રેનેજ લાઈનો ઠેર-ઠેર તૂટતાં લોકોને હાડમારી

571

ભાવનગર મહાનગરપાલિકા ની હદમાં છેલ્લા ૬ વર્ષ થી નવા ભળેલા વિસ્તાર નારી ગામમાં છેલ્લા બે માસથી નવા રોડ,ભૂગર્ભ ગટર તથા પાણીની લાઈન પાથરવાની કામગીરી ઠપ્પ કરી દેવાતાં સ્થાનિકો ને વર્તમાન મહામારી ના સમયમાં વધારાની વણજોઈતી મુશ્કેલી સહન કરવાની નોબત આવી છે છેલ્લા બબ્બે માસથી રોડ,ગટર નું કામ અધૂરું છોડીને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પલાયન થઈ ગયા છે.નારી ગ્રામજનો ના પારાવાર વિરોધ વચ્ચે પણ આજથી છ વર્ષ પૂર્વે નારી ગામનું ભાવનગર શહેરી વિસ્તાર સીમાંકન માં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે પણ અને આજે પણ સ્થાનિક જનતા તંત્ર ના આ નિર્ણય થી ખુશ નથી કારણકે જયારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી લઈ ને આજદિન સુધી લોકોની પ્રાથમિક સગવડો ને લગતાં સળગતા સવાલો નો કોઈ જ ઉકેલ આવ્યો નથી આ ગામમાં પિવાના પાણી નો પ્રશ્ર્‌ન પંદર વર્ષ જુનો છે ત્યારે આજથી અઢી ત્રણ માસ પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નારી ગામમાં સડક નિર્માણ, ડ્રેનેજ તથા લોકોને ઘરે ઘરે પિવાનુ પાણી પુરૂ પાડતી ભૂગર્ભ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ કામ શરૂ થતાં ની સાથે જ ગામની કેટલીક શેરીઓમાં રોડ લેવલીંગ મુદ્દે સ્થાનિકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે શાબ્દીક બોલાચાલી સર્જાતા કોન્ટ્રાક્ટર રોડ નવનિર્માણનું કાર્ય અધુરું છોડીને ગયો હતો એ સમયે સમગ્ર કામગીરી ની દેખરેખ જેના શિરે છે એવાં કોર્પોરેશનના ઇજનેર મકવાણા પણ કોરોના સંક્રમણ નો ભોગ બનતાં સમગ્ર કામગીરી ઠપ્પ થઈ ગઈ છે હવે રોડ બનાવવા માટે ખોદેલા ખાડા ના કારણે ઠેકઠેકાણે ડ્રેનેજ લાઈનો તૂટી છે જેને પગલે છેલ્લા બે માસથી આ ડ્રેનેજ લાઈનોનુ ગંદુ દુર્ગંધ યુક્ત પાણી રોડના ખાડાઓમા ભરાઇ રહ્યાં છે એક તરફ કોરોના ની મહામારી એમાં આ ડ્રેનેજ ના ભરાતાં પાણી રોડ-રસ્તાના ઠેકાણા નહીં તો લોકો કરે તો આખરે કરે શું, તંત્ર ના બહેરા કાને વારંવાર લેખીત મૌખિક રજૂઆતો કરવા છતાં હજું સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી વ્યાપક પ્રમાણમાં ખોદેલા રસ્તા ના કારણે ઈમરજન્સી સમયે ભારે સમસ્યાઓ સર્જાય છે ત્યારે આ પ્રાણ પ્રશ્નો નો સત્વરે ઉકેલ આવે એવી માંગ નારી ગ્રામજનોએ કરી છે.

Previous articleફેસબુકના માધ્યમથી મિત્ર બનાવી પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ
Next articleભાવેણાની લેપ્રેસી હોસ્પિ. બે દિવસમાં બની જશે અદ્યતન કોવિડ સેન્ટર