કુંભારવાડા પ્લાસ્ટીક કારખાનામાં આગ-માલ, મશીનરી બળીને ખાખ

821
bvn642018-9.jpg

શહેરનાં કુંભારવાડા સર્કલ પાસે આવેલ પ્લાસ્ટીકનાં કારખાનામાં વહેલી સવારે આગનો બનાવ બનતાં ફાયર બ્રીગેડ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કુંભારવાડા સર્કલ પાસે આવેલ વિનોદભાઈ દલપતભાઈ મકવાણાના પ્લાસ્ટીકનાં કારખાનામાં વહેલી સવારે આગનો બનાવ બનતાં કારખાનામાં રહેલ વેસ્ટ જથ્થો અને મશીનરી બળીને ખાક થઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ દોડી જઈ અઢી ગાડી પાણીનો છટકાવ કરી આગને બુજાવી દીધી હતી.

Previous articleકોમેડી ગુજરાતી ફિલ્મ ‘ફેરાફેરી હેરાફેરી’ના કલાકારો ભાવનગરમાં
Next articleફાયર સ્ટેશન તોડીને મનપાની નવી ઇમારત બાંધવા ૧૭.૮૩ કરોડ ખર્ચાશે