ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલ સહાયક પર હુમલો કર્યો

657

ભાવનગર જીલ્લા જેલમાં પ્રતિબંધિત પાન મસાલો અને સિગરેટ લાવનાર કાચા કામના કેદીએ જેલ સહાયક સહિત ફરજ પરના બે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી બંનેની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.બનાવ અંગે ભાવનગર જિલ્લા જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ જે. પરમારે જણાવ્યું કે, ગત તા.૧૯ ના સાંજે ફરિયાદીની ફરજ રાત્રીના જેલના મેઇન ગેટ અમલદાર તરીકેની હતી. ત્યારે જેલના કાચા કામના આરોપી ઋતુરાજ લાલજીભાઇને તેમના સંબંધી દ્વારા આપવામાં આવેલ ફુટ (ફળ) ની કાળા કલરની થેલીમાંથી ફુટની સાથે પાનમસાલાના પાંચ પાર્સલ, ગુટકાની ૧૦ પડીકી મલી આવતાં આરોપી જેલ પ્રતીબંધિત વસ્તુ છીનવી તેમના સંબંધીને આપવા પ્રયત્ન કરતા તેને કબ્જે કરી હતી. જયારે, આરોપીની અંગઝડતી લેતા તેની પાસેથી વિવિધ બ્રાન્ડની સિગારેટના બે પેકેટ તથા બીડીની બે જુડી મળી આવતાં આરોપીએ ગાળા-ગાળી કરી ફરજ પરના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ જામીન રજામાં જેલની બહાર નીકળતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ઉક્ત કેદી વિરૂદ્વ આઇ.પી.સી. કલમ ૧૮૮, પ્રિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, ૪૫(૧૨) તથા ફરજમાં રૂકાવટનો તથા અન્ય આઇ.પી.સી. કલમ મુજબ ધોરણસરનો ગુન્હો નોંધ્યો હતો.

Previous articleસ્મશાનોમાં આરએસએસ સહિત સેવાભાવી યુવાનોની સરાહનીય કામગીરી
Next articleઐશ્વર્યાએ મારી જિંદગીને પાટા પર ચડાવી : અભિષેક