‘હું પૃથ્વી, મને બચાવો’ વિષય પર વેશભૂષા વિડીયો સ્પર્ધા દ્વારા અનોખી રીતે વિશ્વ પૃથ્વી દિવસની

879

૨૨ એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણકે પ્રત્યેક જીવની તમામ જરૂરિયાતો પૃથ્વી દ્વારા જ સંતોષાય છે. આથી સમગ્ર વિશ્વએ પણ વાત સ્વીકારીને પૃથ્વીને વિશેષ મહત્વ આપતા ૨૨ એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે જાહેર કર્યો છે. દરેક વર્ષે વિવિધ થીમ આધારિત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી દ્વારા લોકોને પૃથ્વીના સંરક્ષણ માટે જાગૃતતા કેળવવા વિવિધ પગલા લેવામાં આવે છે.
આ વર્ષની થીમ “RESTORE OUR EARTH” એટલે કે પૃથ્વીને થનાર નુકસાનથી બચાવો આવો. જેનો મુખ્ય ધ્યેય આબોહવાની કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો દ્વારા થીમ આધારિત ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘હું પૃથ્વી, મને બચાવો વિષય પર ૨ મીનીટની સમય મર્યાદા સાથે વિડીયો સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતાં તમામ લોકો ૩ વિવિધ વયજૂથને આધારે ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે પોતે બનાવેલ વિડીયો લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org / current events પર તા. ૩૦-૦૪-૨૦૨૧ ના ૨૩ઃ૫૯ વાગ્યા સુધી અપલોડ કરવાનો રહેશે. વિજેતા થનાર સ્પર્ધકોને COVID-19 સ્થિતિ હળવી થયા બાદ પ્રોત્સાહિત કરવામાં આવશે.

Previous articleરાણપુરમાં દવાખાના, મેડીકલ સ્ટોર પર ભીડ
Next articleદયનિય સ્થિતિ : હોસ્પિટલ, મેડીકલ, લેબોરેટરી અને સ્મશાનોમાં થતી ભીડ