સમગ્ર રાજ્યભરમાં હવે કોરોના મહામારી બેકાબુ બની રહી છે. સરકારી આંકડા મુજબ દરરોજ હજારો કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે અને મૃત્યુનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા ઉપરાંત ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની સારવાર કરવાની મંજુરી આપી દિધી છે. ઓક્સિજન અને ઇંન્જેક્શનની પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્યભરમાં પરિસ્થિતિ કાંઇક જુદો જ મોડ લઇ રહી છે. ભાવનગર શહેરની સાથો સાથ રાજ્યભરમાં હાલમાં સરકારી હોય કે ખાનગી હોસ્પિટલો કે જેમાં દર્દીઓ અને તેનાં સગા પરિવારજનોની ભીડ થઇ રહી છે. આ ઉપરકાંત સરકારી કે ખાનગી લેબરોટરીમાં ટેસટીંગ કરવાવા અને રીપોર્ટ લેવા લાઇનો લાગી રહી છે. અને દવા લેવા માટે મેડીકલ સ્ટોર ઉપર ભીડ થઇ રહી છે અને છેલ્લે દર્દી સાજો ન થાય અને મૃત્યુ પામે તો મૃતદેહ લેવા લાઇનો લાગી પછી સ્મશાનોમાં અગ્નિદાહ આપવા માટે પણ લાઇનો લાગી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિ નિહાળી ભલભલાનાં હદય કંપી રહ્યા છે.