મુંબઈ,તા.૨૧
કોરોના રોગચાળા દરમિયાન ખરાબ સમાચારો ઓછા થઈ રહ્યા નથી. ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવા બીજા ખરાબ સમાચાર સામે આવ્યો છે. ટીવી એક્ટ્રેસ હિના ખાનના પિતાનું નિધન થયું છે. આ અભિનેત્રી તેના પિતા સાથે ઉત્તમ બોન્ડિંગ ધરાવતી હતી અને ઘણી વખત તેના પિતા સાથેના સુંદર ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. પરંતુ હવે અભિનેત્રીના પિતા તેનો સાથ છોડી જતા રહ્યા છે. અહેવાલો અનુસાર હિનાના પિતાનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. તમને જણાવી દઇએ કે દેશ કોરોના વાયરસથી પ્રભાવિત છે અને દરેક બાજુથી ફક્ત ખરાબ સમાચાર જ સામે આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૦ માં કોરોના સમયગાળો શરૂ થયો ત્યારથી, કેટલાક સ્ટાર્સ અથવા તેમના સંબંધીઓનાં નિધનનાં અહેવાલો પણ આવી ચૂક્યા છે.
લોકો લાચાર બની ગયા છે અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માંગે છે. પરંતુ આશાનું કોઈ કિરણ દેખાઈ રહ્યું નથી. જણાવી દઈએ કે હિના ખાને છેલ્લા લોકડાઉન દરમિયાન તેના પિતા સાથે ઘણા ફોટા શેર કર્યા હતા. તે જોઈ શકાય છે કે તેના પિતા કેટલા કૂલ હતા. હિના આ ફોટા ફાધર્સ ડે નિમિત્તે શેર કર્યા હતા. ફોટા શેર કરવા સાથે હિનાએ એમ પણ લખ્યું કે – હું હંમેશા તમારી રાજકુમારી રહીશ. હેપ્પી ફાધર્સ ડે પપ્પા. આ સિવાય તેણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં પરિવારના ફોટા હતા.