સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નહીં કરતી ચાર દુકાનો સીલ કરાઇ

201

ભાવનગર શહેરમાં દીન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. જેને અટકવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક ડ્રાઈવ ટીમની રચના કરવામાં આવી હતી. જેને લઈ શહેરની મુખ્ય બજારમાં ચેકીંગમાં હતી. તે દરમિયાન એક સોનીની દુકાન સહિત ચાર દુકાનોને સીલ મારી દીધી હતી. મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમની કડક અમલવારી માટે માસ્ક ડ્રાઈવની ટીમે શહેરની મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી હતું. ચેકીંગ દરમિયાન ચેક કરતા સોનીની દુકાન, ચાની દુકાન, પાનની દુકાન અને ચાના ગલ્લા સહિત દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ બદલ એકમોને સીલ મારવામાં આવ્યો હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા મુખ્ય બજારોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો ગયો હતો.

Previous articleભાવનગર શહેરમાં રેપિડ ટેસ્ટની કિટ ખાલી, લોકોએ કલાકો લાઈનો લગાવી પણ ટેસ્ટ કરાવ્યા વગર પાછા ફર્યા
Next articleભાવનગરની આરટીઓ કચેરીમાં દંડ ભરવા માટે લોકોની લાંબી લાઈન લાગી