કોરોના ના વધતા જતા સંક્રમણને લઈ ધંધા રોજગાર સાવ ઠપ થય ગયાં છે, લોકોને બે-ટકનું પૂરું પાડવું પણ મુશ્કેલ પડી રહ્યું છે, તેવા કપરા સમયમાં ભાવનગરની જનતાને અધિકારીઓ દ્વારા વાહનોમાં નિયમ ભંગ બદલ આપવામાં આવતા દંડને લઈ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
ભાવનગર જિલ્લામાં કોરોના ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેવા સમયમાં ભાવનગર આરટીઓ કચેરીમાં વાહનનો દંડ ભરવા માટે એક જ બારી શરૂ હોવાથી લોકોની લાઈન લાગી હતી, આ બાબતે મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવતા આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર કહેવા પૂરતો લોકોને કોરોનાના નિયમોનું પાલન તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી, આ બાબતે આરટીઓ અધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઓનલાઇન દંડ ભરવાની વ્યવસ્થા થઈ રહી છે જેથી લોકો ને કચેરીએ ધક્કા ન ખાવા પડે, તેમજ કચેરી દ્વારા કોરોના ગાઇડ લાઇનનું પૂરતું પાલન થઈ રહ્યું છે અને લોકોને પણ કરાવવામાં આવે છે તેવું જણાવ્યું હતું, જ્યારે દ્રશ્યો કંઈક અલગ જક કહી રહ્યા છે