પીલગાર્ડનના પાછળના ભાગે વીજ પોલ પર ઝાડની ડાળ પડતાં રોડ બ્લોક

477

ભાવનગર શહેરમાં આવેલા પીલગાર્ડન ના પાછળના ભાગે અચાનક ઝાડની ડાળી તૂટી પડતા વીજ પોલ પર પટકાઈ હતી અને વીજ પોલ ધરાસાઈ થયો હતો આ સમગ્ર ઘટનાને કારણે થોડા સમય સુધી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલા પીલગાર્ડન ગાર્ડન પાછળના ભાગે આવેલા દરવાજા પાસે પવનને કારણે ઝાડની ડાળ તૂટી પડી હતી. આ ઝાડની ડાળ વીજ પોલ પર પટકાઈ હતી. વીજપોલ સાથે ઝાડની ડાળ અથડાતા વીજ પોલ ધરાશાઈ થયો હતો. વીજ પોલ રસ્તા પર પડતા થોડો સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. દરમિયાનમાં વીજ કંપનીના કર્મચારીઓને જાણ થતાની સાથે વીજ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વીજપોલ નું સંપૂર્ણપણે સમારકામ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી

Previous articleઆજે જિલ્લામા ૨૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૩૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૬ દર્દીઓનું અવસાન થયું
Next articleવહીવટી તંત્રનું સર્વોત્તમ કામ લેપ્રસી હોસ્પિટલનો જીર્ણોદ્ધાર