લેપ્રસી હોસ્પિટલ ની પાછળ આવેલી ડમ્પિંગ સાઇટ આવી તે જગ્યાએ વાયરલ લોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ વિથ સેનેટોરીયમની સ્થાપના કરવામાં આવે તથા અહીં ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવે તે જરૂરી છે. સારા કામ માં ચોઘડિયા જોવામાં આવતા નથી, સારું કામ કોઈપણ સમયે થઇ શકે છે અને તે પણ સમયસર થાય તો એ કાર્ય અને સર્વોત્તમ માનવ સેવા નું કાર્ય કરી શકાય આવુ જ એક કામ વહીવટીતંત્રે કર્યું છે. ભાવનગરની દાયકાઓ જૂની લેપ્રેસી હોસ્પિટલ નો જીર્ણોદ્ધાર સમયસર કર્યો અને કોરોના સારવાર માટે નો સદુપયોગ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે તે આનંદની વાત છે. ભાવનગરના ધારાસભ્યો તથા વહીવટી તંત્રના અધિકારીઓએ આ કપરા સમયમાં તાત્કાલિક નિર્ણય યુદ્ધને ધોરણે આ વિશાળ મેડિકલ સંકુલનો કબજો લઇ તેમાં ગોવિંદ ના દર્દીઓ માટે જે સુવિધા ઊભી કરી તે સર્વોત્તમ કાર્ય છે
આ કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે જેની સૌથી વધુ જરૂર છે તેઓ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ વિથ સ્ટેન્ડબાય સ્ટોરેજ સાથે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે સ્થાપિત કરવો જોઈએ જેથી કોઈ દર્દી ઓક્સિજનના અભાવે મરણ પામે નહિ. ઓક્સિજન પ્લાન્ટ માટે અહીં વિશાળ જમીન પણ ઉપલબ્ધ છે તો ભાવનગરના મોટા ઉદ્યોગપતિઓની સહાયથી અહીં ગુજરાતનો સૌથી મોટો મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થઇ શકે તેમ છે તો આ માટે પાછળ ની સાઈડ માં આવેલી ડમ્પીંગ સાઈટ ને હટાવી તે જગ્યાને વ્યવસ્થિત કરી ત્યાં આ પ્લાન્ટ સ્થાપિત કરી શકાય તેમ છે. આ એક સારી શરૂઆત છે પાછળના ભાગે જે ગવર્મેન્ટ વેસ્ટ લેન્ડ આવી છે. ત્યાં આગળ સુંદર મજાના ગાર્ડન નું નિર્માણ થઈ શકે. ગ્રીન સીટી ભાવનગર ના સહયોગથી ગ્રીન બેલ્ટ રચી શકાય. વચ્ચે દર્દીઓ માટે સેનેટોરીયમ પણ બનાવી શકાય આ માટે અલગ-અલગ કોટેજ બનાવી સોશિયલ ઙ્ઘૈજંટ્ઠહષ્ઠી જાળવી શકાય તેવી વ્યવસ્થાની થઈ શકે.
આ ઉપરાંત અહીં પાર્ટ ઓફ મેડિકલ કોલેજ તથા સર ટી હોસ્પિટલ ના વિશાળ વિભાગનું નિર્માણ થઈ શકે જેથી કરીને સર ટી હોસ્પિટલ નું ભારણ ઘટે આ નવા કોમ્પ્લેક્સ ને હવે લેપ્રસી હોસ્પિટલ તરીકે ઓળખવામાં ન આવે પરંતુ તેની આરોગ્ય સેતુ નું નામ આપવામાં આવે તે જરૂરી છે લેપ્રસી નું નામ એટલા માટે યોગ્ય નથી કે હવે કોઈ લેપ્રસી ના દર્દીઓ મોટા પ્રમાણમાં નથી અત્યારે તો કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અહીં અહીં આ જગ્યા પર વાયરો લોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરવી જોઈએ જે વાઇરસ જન્ય રોગોનું મોટાપાયા પર સંશોધન કરે આ માટે ભાવનગરમાં સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો સદુપયોગ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સાથે મળી કરી શકે. તથા સ્થાનિક કોર્પોરેટ સેક્ટરનો સહયોગ લઇ અહીં ગુજરાતની અંદર સૌથી વિશાળ વાયરોલોજીકલ ઇન્સ્ટિટયૂટ અને સંલગ્ન હોસ્પિટલ ની સ્થાપના કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અહીં વિશાળ જગ્યા હોવાથી છુટા છુટા કોટેજ બનાવી દર્દીઓની ૈર્જઙ્મટ્ઠીંઙ્ઘ કરી શકાય આ માટે અહીં મોટો ગ્રીનબેલ્ટ ઊભો કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને ભાવનગર આરોગ્ય માટે ગુજરાતનું નમૂનેદાર નગર બને તે જરૂરી છે